ધારી તાલુકાના ચલાલા ગામે સમસ્ત દરજી સમાજ દ્વારા ભક્ત ભુષણ શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ અગિયારસના રોજ સાઈ મંદિરના સાનિધ્યમાં દરજી સમાજના આરાધ્ય દેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત સમાજ માટે જ્ઞાતિ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ચલાલાના સમસ્ત દરજી સમાજના સહયોગથી સફળ બન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા, ઉપપ્રમુખ ગોવિંદભાઇ મકવાણા, મંત્રી મુકેશભાઈ સોલંકી, ખજાનચી રાજુભાઈ ગોહેલ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નવી કમિટીની પણ રચના કરવામાં આવી હતી.