ચલાલામાં સેવાભાવી સંસ્થા નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી છાશ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાના મહેશભાઈ કુંડળ દ્વારા સવારથી પટેલવાડી, જૈન વાડી, હુડકો નં.૨ અને ગાયત્રી નગરમાં આ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંદાજે ત્રણસો જેટલા જરૂરિયાતમંદ પરિવારો આ વિનામૂલ્યે છાશનો લાભ લઈ રહ્યા છે.