દાનેવ ધામ ચલાલા શહેરમાં નગરપાલિકા તંત્ર અને નવનિયુક્ત સત્તાધીશો દ્વારા ચલાલાના મુખ્ય ચોક સર્કલમાં હાઇ મેન્સન ૩૬ ફુટના લાઇટ ટાવર ઉભા કરી દાનેવધામ ચલાલાની સુંદરતામાં વધારો કર્યો છે. દાનેવધામ ચલાલાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ચલાલા નગરપાલિકા તંત્ર અને નગરપાલિકાના નવનિયુક્ત સત્તાધીશો દ્વારા શહેરના ભીમનાથ મંદિર સામેનો દાનેવ ચોક, મહાદેવ પરાનો શીવાજીચોક, પોલીસ સ્ટેશન સામેનો પુજ્ય હરીરામ બાપા ચોક, સાટોડીપરામાં પરાશાળા પાસેનો ચોક, જુની નગરપાલિકા પાસે પાણીના અવેડા પાસેનો ચોક અને મારૂતી સોસાયટી કોમન પ્લોટના ચોક-સર્કલ રોશનીથી જગમગી ઉઠ્યા હતા.