ચલાલા નગરપાલિકામાં વોટરકુલરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ચલાલામાં નગરપાલિકામાં ધારાસભ્યની જ ગ્રાન્ટમાંથી જ ખરીદાયેલ વોટરકુલર (Ro) સીસ્ટમ સાથેના) સત્તાધિશો, ચીફ ઓફિસર અને એન્જીનયરની મીલીભગતથી મોટો ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં યોગ્ય તપાસ કરવાની માગણી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય જયરાજભાઈ વાળા અને સદસ્ય પરેશભાઇ કાથરોટીયાએ લેખિતમાં ઉગ્ર માગણી કરતાં પાલિકામાં હડકંપ મચી ગયો છે. સદસ્યોના જણાવ્યા મુજબ ચલાલા શહેરના જુદા વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોટરકુલર (Ro) મુકવામાં આવેલ છે. આ વોટરકુલરની ખરીદવા માટેનું ટેન્ડર અમરેલીની રાહી કન્સ્ટ્રક્શનને મળ્યું હતું. રાહી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કુલ નવ વોટરકુલ ISO માર્કા વગરના તદન હલકી કક્ષાના ખરીદવામાં આવ્યા છે.