ચલાલા-સાવરકુંડલા રોડ પર કેરાળા ગામના સ્મશાન પાસે ગોળાઈમાં કાર પલટી જતાં એક યુવકનું મોત થયું હતું. બનાવ અંગે હાલ સુરતમાં રહેતા મૂળ ધારીના સ્મિતભાઈ રાજેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, કેરાળા ગામના સ્મશાન પાસે રાજેન્દ્રભાઈ રમણીકલાલ પટેલે તેમની કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતા ખાળીયામાં પલ્ટી ગઈ હતી. જેથી માથામાં ઈન્ટરનલ ઈજા પહોંચતા મરણ પામ્યા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી. આર. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.