ચલાલા ખાતે હરિબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળમાં ૫ાંચ મી સપ્ટેમ્બર ડો.સર્વોપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજ, શાળા તથા ગુરુકુળના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સુંદર રીતે નિભાવી હતી. સુંદર શિક્ષણ આપનારને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.