ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં છે. એવી અફવા છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અલગ થઈ ગયા છે. જા કે, હજુ સુધી યુઝવેન્દ્ર ચહલ કે ધનશ્રી વર્માએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જા કે, બન્નેએ ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, જેને ફેન્સે તેમના છૂટાછેડાની અફવાઓ સાથે જોડ્યા છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ચહલે કરોડો રૂપિયા ચૂકવીને ધનશ્રી સાથે સમાધાન કર્યું છે.
રિપોર્ટ્‌સ અનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ચૂપચાપ અલગ થવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ચહલ કથિત રીતે ધનશ્રીને છૂટાછેડા પછી ૬૦ કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપવા જઈ રહ્યો છે. જો કે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બધા વચ્ચે યુઝવેન્દ્ર અને ધનશ્રી બન્નેએ છૂટાછેડાના સમાચાર પર હજુ પણ મૌન જાળવી રાખ્યું છે.
ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની અફવાઓને વેગ મળ્યો જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દિલ તૂટવાની ઘણી પોસ્ટ શેર કરવામાં આવી હતી. તાજેતરમાં વેલેન્ટાઇન ડે પર ચહલે ઘણી તસવીરો સાથે એક ક્રિપ્ટીક પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે, ‘તમે જેવા છો તેવા જ તમે પર્યાપ્ત છો. કોઈને પણ તમને અન્યથા અનુભવવા દો નહીં. બીજી તરફ વેલેન્ટાઈન ડે પર ધનશ્રીએ પણ કેટલાક ફોટા પોસ્ટ કર્યા અને કેપ્શનમાં લખ્યું કે, ‘આજે કેક તો બને છે.’ ફોટોમાં ધનશ્રી જીમમાં ટ્રેનિંગ કરતી જાવા મળી હતી.
ચહલે અગાઉ એક ક્રિપ્ટીક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું મારા તમામ ફેન્સનો તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ આ સફળ હજુ પુરી થઈ નથી!!! કારણ કે મારો દેશ, મારી ટીમ અને મારા ફેન્સ માટે હજુ પણ ઘણી અવિશ્વસનીય ઓવર બાકી છે!!! જ્યારે મને એક ખેલાડી હોવાનો ગર્વ છે, હું એક પુત્ર, એક ભાઈ અને મિત્ર પણ છું. હું તાજેતરની ઘટનાઓ ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જા કે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર આવા મામલાઓ પર અનુમાન લગાવતા જાયું છે, જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે.’
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર ૨૦૨૦માં ગુરુગ્રામમાં આયોજિત એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમની પ્રેમ કહાની કોવિડ મહામારી દરમિયાન ખીલી હતી, જ્યારે ચહલે ધનશ્રીના ડાન્સ વીડિયોથી પ્રભાવિત થઈને ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો.