અમરેલી જિલ્લામાં સિંહો છાશવારે રેલ્વે ટ્રેક પર આવી જતાં હોવાથી ભૂતકાળમાં અનેક સિંહોનાં મોત થયા છે. જાકે હવે લોકોપાયલોટે સમય સુચકતા વાપરતા ચાર સિંહોનાં જીવ બચી જવા પામ્યાં છે. અમરેલીથી વેરાવળ જતી ટ્રેન ધારીનાં છતડીયા નજીક પહોંચતા જ રેલ્વે ટ્રેક પર સિંહ, સિંહણ અને બે સિંહબાળ અચાનક જ રેલ્વે ટ્રેક પર આવી ગયા હતા. સિંહોને જાતા જ લોકોપાયલોટે ટ્રેનનાં પૈડાં થંભાવી દીધા હતા. મુસાફરોએ ટ્રેનમાંથી ઉતરી સિંહ દર્શનનો લાભ લીધો હતો.