લાઠીના ચાવંડ ગામે માતાજીના દર્શનાર્થે આવેલા દેરડી (કુંભાજી) ગામના યુવકનો મોબાઈલ ચોરાયો હતો. બનાવ અંગે દેરડી (કુંભાજી) ગામના હરસુરભાઈ બહાદુરભાઈ ભેડા (ઉ.વ.૩૩)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના પરિવાર સાથે ચાવંડ ગામે પીઠડ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનો મોબાઇલ ફોન કિં.રૂ.૭૦૦૦ મંદિરમાં રસોડા પાસેના પ્લગમાં ચાર્જિંગમાં મુક્યો હતો. ત્યાંથી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.