ચિતલમાં રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદના યુવક સાથે ૧૨ વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ તે બાદ ધીમે ધીમે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. બનાવ સંદર્ભે કાજલબેન અલ્પેશભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ અમદાવાદમાં રહેતા પતિ અલ્પેશભાઈ નાથુભાઈ પરમાર, ભાણીબેન નાથુભાઈ પરમાર, સુરેશભાઈ નાથુભાઈ પરમાર તથા રમાભાઈ પાલાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના લગ્ન આશરે ૧૨ વર્ષ પહેલા થયા હતા. છેલ્લા બે વર્ષથી તેના પતિ, સાસુ, જેઠ તથા કાકાજી સસરા નાની-નાની વાતમાં મેણાટોણા મારતા હતા અને શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી મારકૂટ કરતા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.