અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચીન પણ ખૂબ સતર્ક છે. અમેરિકામાં ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આગામી રાષ્ટ્રપતિ માટે મુખ્ય મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લીકન પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે. પરંતુ એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ બે નેતાઓમાંથી ચીન કોને રાષ્ટ્રપતિ બનવા માંગે છે. ચીન અને અમેરિકા એકબીજાના કટ્ટર હરીફ છે. બિડેન અને ટ્રમ્પ સાથે ચીનના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. આવી સ્થીતિમાં ચીન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં કમલા હેરિસને પ્રાથમિકતા આપશે. આ દાવો ચીનના એક નિષ્ણાતે કર્યો છે.
ચીનનું માનવું છે કે ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો ઝડપથી બગડ્યા અને તેના કારણે ગંભીર સંઘર્ષ થયો. ચીનની રાષ્ટ્રીય સલાહકાર સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ વાત કહી. રાષ્ટ્રીય સલાહકાર સંસ્થા સીપીપીસીસીની સ્થાયી સમિતિના સભ્ય જિયા કિંગગુએ જણાવ્યું હતું કે ચીનની સરકાર યુએસ પ્રમુખપદની ચૂંટણી પર ટિપ્પણી કરવા માંગતી નથી કારણ કે તે યુએસની આંતરિક રાજનીતિમાં દખલ કરવાનો આરોપ લગાવવા માંગતી નથી. ચાઈનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સે રાજ્ય શાસન પ્રણાલીનો મુખ્ય ઘટક અને એક વિશિષ્ટ ચીની રાજકીય સંસ્થા છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બેઇજિંગની પસંદગી અંગે તેમણે બીબીસીને કહ્યું, “ચીની સામાન્ય જનતાના મંતવ્યો હેરિસ અને ટ્રમ્પ વચ્ચે વહેંચાયેલા છે, પરંતુ ટ્રમ્પ સાથેના ખરાબ અનુભવને કારણે હું હેરિસને પસંદ કરીશ. અમે તેને ફરીથી અનુભવવા માંગતા નથી.”
ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન અમેરિકાના ચીન સાથેના સંબંધો અત્યંત નાજુક તબક્કામાં પહોંચી ગયા હતા. બિડેનના કાર્યકાળ દરમિયાન પણ ચીન-અમેરિકા સંબંધો સુધરી શક્યા નથી. તેથી હવે ચીન કમલા હેરિસને રાષ્ટ્રપતિ તરીકે જાવા માંગે છે. ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન સંબંધો ઝડપથી બગડ્યા અને બંને દેશો વચ્ચે ગંભીર મુકાબલો થયો. ઝિયાએ કહ્યું કે ટ્રમ્પે તેમના પ્રેસિડેન્ટ દરમિયાન ચીન વિશે ઘણી ખોટી માહિતી ફેલાવી હતી. “અમને જા બિડેનની પ્રશંસા કરવામાં પણ સમસ્યા છે,” તેમણે કહ્યું, “પરંતુ આંતરિક રાજકારણ અને કદાચ ચીન પ્રત્યેની તેમની વૈચારિક પ્રતિબદ્ધતાઓને કારણે બિડેનને ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ઘણા સખત પગલાં વારસામાં મળ્યા છે