પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આ વખતની લોકસભાની બેઠકમાં પોરબંદરથી ચૂંટણી લડી રહ્યાં છે. ડો.મનસુખભાઈ માંડવીયાનુ નામ પોરબંદર લોકસભાની બેઠક માટે જાહેર થતાની સાથે જ આ પંથકના મતદારો અને ભાજપના આગેવાનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. હજી થોડા દિવસ પહેલા ડો.મનસુખભાઈ માંડવીયા પોરબંદરના ક્રિકેટના મેદાનમાં યુવાનો સાથે ક્રિકેટ રમતા જાવા મળ્યા હતા. ડો. મનસુખભાઈ માંડવીયાનો આ અનોખો અંદાજ યુવાનોને પસંદ આવ્યો હતો. જયારે ગોંડલના ધુડશીયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ગ્રામજનોની લાગણીને માન આપી તેમની સાથે ગરબા રમ્યા હતા. ડો.મનસુખભાઈ માંડવીયા દ્વારા મતદારો સાથે જમીની આગેવાન તરીકે ઉભરી રહ્યાં છે. પોરબંદર લોકસભા વિસ્તારમાં લોકો દ્વારા તેમને સ્વયંભૂ સહકાર આપાઈ રહ્યો છે.