ભારેથી અતિભારે વરસાદના એલર્ટ વચ્ચે ચેન્નાઈ સહીત તામીલનાડુના અનેક ભાગોમાં મેઘરાજાની તોફાની બેટીંગથી જળબંબાકારની સ્પિતિ સર્જાઈ હતી અને જનજીવન ઠપ્પ થઈ ગયુ હતું. ભારે વરસાદની આગાહીને પગલે આજે શૈક્ષણીક કાર્ય બંધ રાખવા અગાઉ જ જાહેર કરી દેવાયુ હતું. દેશના ઘણા ક્ષેત્રોમાંથી ઈશાન ચોમાસાની વિદાય થઈ ગઈ છે.ત્યારે દક્ષિણમાં ઈશાન ચોમાસાનાં આગમનના ટકોરા પડી ગયા છે.
આ ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર રહેવાની હોય તેમ ચેન્નાઈમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે સ્કુલ-કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉપરાંત ૧૮ મી સુધી કર્મચારીઓને વર્ક ફોમ હોમની છૂટ આપવા કંપનીઓને સુચના આપવામાં આવી છે.
સમગ્ર તામીલનાડુમાં આવતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે ચેન્નાઈ, કાંચીપુરમ, સહીત ચાર જીલ્લાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે. ઉપરાંત ૧૮ મી સુધી કર્મચારીઓને વર્ક ફોમ હોમની છુટ આપવા કહેવામાં આવ્યું છે. સંભવીત ભારે વરસાદના સંજાગોમાં ગમે તેવી પરિસ્પિતિનો સામનો કરવા માટે આગોતરી તૈયારી કરવા સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર ૧૬ ઓકટોબર સુધી તામીલનાડુ પુડુચેરી તથા કરાઈકાલમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. અને તેને પગલે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યુ છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઉદભવ્યુ છે.જે આવતા દિવસોમાં ઉતર પશ્ર્‌ચિમ તરફ ગતિ કરવા સાથે વધુ મજબુત થઈ શકે છે. તામીલનાડુ, પુડુચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશનાં તટીય ભાગોમાં સિસ્ટમની અસર રહેશે.
ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને ધ્યાને રાખીને રાજયના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને વહીવટી તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. ગમે તે સ્થિતિનો સામનો કરવા ૯૯૦ પંપ, ૩૬ મોટર બોટ, ૪૬ ટન બ્લીચ પાઉડર, ૨૫ ટન લાઈમ પાવડર સહીતની મશીનરી તૈયાર રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. ચેન્નાઈમાં ભારે વરસાદને પગલે તળાવ કાંઠાનાં વિસ્તારોનું નાયબ મુખ્યમંત્રીએ નિરિક્ષણ કર્યુ હતું.