ભારત તેની ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ મેચ યુએઈમાં રમશે. પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી અને પાકિસ્તાનમાં યુએઇના વરિષ્ઠ મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શેખ નાહયાન અમીરાત ક્રિકેટ બોર્ડના વડા પણ છે. ૨૩ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ ભારતના ગ્રુપમાં છે. ભારત ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ અને ૨ માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ તમામ મેચ દુબઈમાં યોજાય તેવી શક્યતા છે.વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પાકિસ્તાન ૧૯ ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ ૨૭ ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં રમાશે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. ભારત ઉપરાંત બંને ગ્રુપની મેચ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે.રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.બંને સેમિફાઇનલ ૪ માર્ચ અને ૫ માર્ચના રોજ યોજાવાની છે. બીજી સેમિફાઇનલ માટે પણ રિઝર્વ ડે હશે. ૯ માર્ચે યોજાનારી ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચશે તો પ્રથમ સેમીફાઈનલ યુએઈમાં રમાશે. જો ભારત ક્વોલિફાય નહીં થાય તો આ મેચ પાકિસ્તાનમાં રમાશે. ફાઈનલ લાહોરમાં યોજાવાની છે, આ હાઇબ્રિડ મોડલનો નિર્ણય તમામ સંબંધિત પક્ષો વચ્ચેની સમજૂતી બાદ લેવામાં આવ્યો છે. આ કરાર હેઠળ, ૨૦૨૭ સુધી ભારત દ્વારા આયોજિત આઇસીસી ઇવેન્ટ્‌સમાં પાકિસ્તાનની મેચો પણ તટસ્થ સ્થળો પર રમાશે. તમામ કિસ્સાઓમાં, નોકઆઉટ રમતો જેમ કે સેમિ-ફાઇનલ અને ફાઇનલ પણ તટસ્થ સ્થળોએ યોજવામાં આવશે. આ કરાર ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થશે. આ ભારતમાં યોજાનાર ૨૦૨૫ મહિલા વનડે વર્લ્ડ કપ અને ૨૦૨૬ના પુરુષોના ટી ૨૦ વર્લ્ડ કપને પણ લાગુ પડશે જે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે.