ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૫ ના ખિતાબથી માત્ર એક જીત દૂર છે. ટુર્નામેન્ટની ફાઇનલમાં, ટીમ ઈન્ડીયા ૯ માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે, જ્યાં બંને ટીમોનો ઉદ્દેશ્ય કોઈપણ કિંમતે ટ્રોફી જીતવાનો રહેશે. આ ફાઇનલ મેચમાં, બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે અને સતત બેટથી યોગદાન આપી રહ્યો છે. આ જ કારણ છે કે તે ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૫માં સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં ૪ મેચ રમી છે અને ૧ સદી અને ૧ અડધી સદીની મદદથી ૨૧૭ રન બનાવ્યા છે. કોહલી હવે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના પ્રભાવશાળી રેકોર્ડનું લક્ષ્ય રાખશે.
જા વિરાટ કોહલી ફાઇનલમાં મોટી ઇનિંગ રમવામાં સફળ થાય છે, તો તે ચેમ્પીયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેઈલે ચેમ્પીયન્સ ટ્રોફીની ૧૭ મેચોમાં ૭૯૧ રન બનાવ્યા હતા. તે જ સમયે, કોહલીએ ૧૭ મેચની ૧૬ ઇનિંગ્સમાં ૭૪૬ રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની ટાઇટલ મેચમાં ૪૬ રન બનાવતાની સાથે જ તે ગેઇલને પાછળ છોડી દેશે.
ચેમ્પીયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવા પર પણ નજર રાખશે. જા કોહલી ૧૨૮ રન બનાવી લે છે, તો તે સચિન તેંડુલકરને પાછળ છોડીને આઇસીસી વનડે ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે. હાલમાં, સચિન તેંડુલકર આઇસીસી વનડે ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારતના સૌથી સફળ બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. માસ્ટર બ્લાસ્ટરના નામે ૬૫૭ રન છે, જ્યારે વિરાટ કોહલી ૫૩૦ રન સાથે બીજા સ્થાને છે.
આઇસીસી વનડે ઇવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રિકી પોન્ટિંગ – ૭૩૧ રન,સચિન તેંડુલકર – ૬૫૭ રન,વિરાટ કોહલી – ૫૩૦ રન,સૌરવ ગાંગુલી – ૫૧૪ રન
ઉલ્લેખનીય છે કે તેંડુલકરના નામે આઇસીસી વનડે નોકઆઉટમાં પચાસથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે એટલે કે ૬ વખત, જ્યારે કોહલીએ ૫ વખત રન બનાવ્યા છે. જા કોહલી અડધી સદી ફટકારે છે, તો તે મહાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરશે. તે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ (૫ વખત ૫૦+ સ્કોર) ને પણ પાછળ છોડી દેશે.