અમદાવાદ જિલ્લાના વિરમગામના જાણીતા સાડીના વેપારી જતીન મગનાની. વેપારી જતીનભાઈ ને માર્ચ ૨૦૨૪ થી જ્યારે અલગ અલગ આઈપીએલ, વર્લ્ડ કપ સહિતની મેચની સિરીઝ ચાલતી હતી તે દરમિયાન તેમના મોબાઈલ પર વોટ્‌સેપમાં એક લિંક આવી હતી. જેમાં ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ડ્રીમ ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલતા હતા. જેમાં યોગ્ય ટીમ બનાવી સારું વળતર અપાવી દેવાની લાલચ આપી હતી. ફરિયાદી જતીનભાઈ લાલચમાં આવી શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કર્યું હતું જે બાદ તેને વોટસએપ પર સ્ક્રીનશોટ આવ્યો હતો જેમાં તેઓની ટીમ સાડા ત્રણ લાખ રૂપિયા જીતી હોવાનું બતાવવામાં આવ્યું હતુ, જે પેટે તેમને જીતની રકમના ૫૦ ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને આ રીતે વેપારી જતીનભાઈ પાસેથી અલગ અલગ સમયે ૧૭ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વેપારી જતીનભાઈને તેના રૂપિયા પરત નહી મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ખ્યાલ આવતા તેને વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેપારી જતીનભાઈએ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ત્રણ મહિના સુધી વિરમગામ પોલીસ ટેકનિકલ સોર્સ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીની માહિતી મળતાં વિરમગામ ટાઉન પોલીસની એક ટીમ હરિયાણાના નૂહ જિલ્લાના એક ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પોલીસ દ્વારા વેશપલટો કરી આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી, જે દરમિયાન એ ગામમાં બેસણું ચાલતું હતું જેમાં પોલીસ પહોંચી હતી અને આરોપી વિશે તમામ માહિતી મેળવી હતી. જાકે ગામ લોકોને ખ્યાલ આવી જતા વિરમગામ પોલીસના સ્ટાફને ઘેરી લીધો હતો. જે બાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુલ્થાન મુડબાસ ગામથી આરોપી મોહમ્મદ એફ ધરપકડ કરી છે પોલીસે તેના ઘરનું પણ સર્ચ કર્યું હતું. આરોપી પાસેથી મોબાઇલ તેમજ ૪.૫૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ ૪૭ જેટલા બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે જેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મહોમદ કેફ છેલ્લા ઘણા સમયથી તેના ગામમાં રહીને દેશના અલગ અલગ લોકો સાથે ફ્રોડ કરતો હતો, એટલું જ નહીં પરંતુ આ ગામના અન્ય લોકો પણ સાયબર ફ્રોડને અંજામ આપતી પ્રવૃત્તિ સાથે જાડાયેલા હતા. આરોપી મોહમ્મદ કેફ થોડા સમયથી જ સાયબર ફ્રોડ કરતા શીખ્યો હતો અને તેણે પોતે જ હ્લટ્ઠષ્ઠીર્હ્વાર્ પેજ તેમજ ઉરટ્ઠંજછpp લિંક સહિતની ટેકનિકલ વસ્તુઓ બનાવી હતી.
આરોપી મોહમ્મદ કેફ પોતાની રીતે જ સાયબર ફ્રોડને અંજામ આપતો હતો. જાકે હજી તે સાઇબર ફ્રોડ કરતાં શીખ્યો હતો તેથી અમુક ટેકનિકલ ખામીઓ રહી ગઈ હતી જેના આધારે વિરમગામ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપી મોહમ્મદ કેફ ફેસબુક પર ડ્રીમ ઇલેવન વિનિંગ નામનું પેજ બનાવી તેને રોજેરોજ બુસ્ટ કરાવતો હતો. જેથી તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા પર જે લોકો તેમાં આપેલી લીંક પર ક્લિક કરતા હતા. ત્યારે આરોપી તેનો મોબાઈલ નંબર મેળવી લોકોનો સંપર્ક કરતો હતો અને ડ્રીમ ઇલેવન ટીમ બાબતે લોકોને સમજાવી તેમાં શાદુવતમાં ૩૯૯ રૂપિયા ભરી ખાતું ખોલાવડાવતો હતો. આરોપી મોહમ્મદ કેફ સામેની વ્યÂક્તને વિશ્વાસ આપતો હતો કે તેમના દ્વારા જે ટીમ બનાવવામાં આવશે તે ચોક્કસ વિજેતા બનશે તેમ કહી લોકોને પહેલા ત્રણથી ચાર લાખ વિજેતા થયા હોવાનો સ્ક્રીનશોટ મોકલતો હતો અને તે રૂપિયા મેળવવા માટે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડશે. તેમજ જીતેલી રકમના ૫૦% તેમને આપવા પડશે તેવું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતો હતો.
હાલ તો વિરમગામ ટાઉન પોલીસે આરોપી મોહમ્મદ કેફની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે મોહમ્મદ કેફ દ્વારા અન્ય કોઈ લોકોને તેમનો ભોગ બનાવ્યો છે કે કેમ અથવા તો મોહમ્મદ કેફની સાથે અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી મોહમ્મદ કેફની મિલકત પરથી ભોગ બનનાર ફરિયાદીના અન્ય રૂપિયા કઈ રીતે રિકવર થઈ શકે છે તેની પણ તપાસ શરૂ કરી છે.