ભારતીય ચેસ ખેલાડી અને મહિલા ગ્રાન્ડમાસ્ટર તાનિયા સચદેવે રમત માટે સમર્થનના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી સરકાર પર નિશાન સાધતા તેણે કહ્યું કે ચેસ ઓલિમ્પીયાડ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં તેના શાનદાર પ્રદર્શનને માન્યતા આપવામાં આવી નથી.
તાનિયાએ કહ્યું કે મહિલા ટીમ ૨૦૨૨ ચેસ ઓલિમ્પીયાડમાં બ્રોન્ઝ સાથે અને બે વર્ષ પછી ઐતિહાસિક ચેસ ઓલિમ્પીયાડમાં ગોલ્ડ સાથે વાપસી કરી હશે, પરંતુ દિલ્હી સરકાર તરફથી કોઈ મંજૂરી અને માન્યતા મળી નથી.વધુમાં કહ્યું કે જે રાજ્યો તેમના ચેમ્પીયનને સમર્થન આપે છે અને ઉજવણી કરે છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આ તરફ ધ્યાન આપવા વિનંતી કરી છે.
તાનિયાને જવાબ આપતાં મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે હેલો તાનિયા, અમે હંમેશા અમારા તમામ એથ્લેટ્‌સ અને રમતવીરોને સમર્થન આપ્યું છે. ખાસ કરીને અમારી શાળાઓમાં. તમને મળવાનું અને ચેસ ખેલાડીઓ માટે વધુ શું કરી શકાય તે સમજવાનું ગમશે. મારી ઓફિસ તમારો સંપર્ક કરશે અને હું ખરેખર તમારા વિચારો અને સૂચનો સાંભળવા આતુર છું.