૧૭ સપ્ટેમ્બરે લેબેનોનમાં ઇઝરાયેલ વિરુદ્ધ ત્રાસવાદ ફેલાવવાનું કામ કરતા હિઝબુલ્લાહના ત્રાસવાદીઓના પેજરમાં મોટા પાયે ધડાકાઓ થયા. તેમાં મૃત્યુ તો નવનાં જ થયાં પરંતુ ૨૭૫૦થી વધુ ત્રાસવાદીઓ ઘાયલ થયા. તેમાં ઇરાનના રાજદૂત મોજતાબા અમાણી ઘાયલ થયા. કોણે આ કર્યું અને શું કામ કર્યું તેનું ઉત્તરદાયિત્વ કોઈએ સ્વીકાર્યું નથી. પરંતુ શંકાની સોય ઇઝરાયેલ તરફ છે. આ સમાચારના અનુવર્તી (ફાલોઅપ) સમાચાર હજુ ચાલી રહ્યા હતા કે ત્રાસવાદીઓ હજુ પેજર કેમ વાપરે છે, પેજર તાઇવાનમાં બનેલા હતા તો ચીનના બનેલા ફાન કેવા તકલાદી હશે વગેરે વગેરે ત્યાં ૧૮ સપ્ટેમ્બરે બીજા સમાચાર આવ્યા કે હવે તો ઠેકઠેકાણે વિસ્ફોટ થયા છે. ત્રાસવાદીઓનાં વાકીટાકી, કારના રેડિયોમાં, બેટરીમાં, સાલાર ડિવાઇસમાં. તેમાં ૨૦નાં મૃત્યુ થયાં. ૪૫૦થી વધુ ઘાયલ થયા. ફરીથી શંકાની સોય ઇઝરાયેલ તરફ જ છે અને અત્યાર સુધીના ઇઝરાયેલના ટ્રેક રેકાર્ડ પ્રમાણે આ હોઈ શકે છે.
૧૯૬૦માં ઇઝરાયેલની મોસાદે નાઝી નેતા એડાલ્ફ આઈકમન (સ્પેલિંગ ઈૈષ્ઠરદ્બટ્ઠહહ થાય છે પરંતુ જર્મની અને અંગ્રેજીની એ બલિહારી છે કે સ્પેલિંગ કંઈક થાય, ઉચ્ચાર કંઈક થાય.) આર્જેન્ટિનામાં છે. તે રિકાર્ડો ક્લેમેન્ટના નામે રહેતો હતો. તેણે જર્મનીમાં યહૂદીઓના નરસંહારમાં કંઈ બાકી નહોતું રાખ્યું. ૧૧ મે ૧૯૬૦ના દિવસે મોસાદના લોકો ત્રાટક્યા અને તેનું અપહરણ કરી લીધું. તેને ગુપ્ત સ્થાને લઈ જઈ ચોરીછુપીથી ઇઝરાયેલ પહોંચાડાયો. ત્યાં તેની સામે ખટલો ચલાવાયો. તે પછી આપણી કાર્ટ જેવું નહીં કે કેટલાંય ગળણે ગાળવામાં આવે, વકીલોને કમાણી કરાવવામાં આવે, વળી રિવ્યૂ પિટિશન થાય, વળી રાષ્ટ્રપતિને દયા અરજી થાય ને વળી સુપ્રીમ કાર્ટ ફાંસીના માત્ર થોડા કલાક પહેલાં રાતના ત્રીજા પહોરે બેસે. પછી જ ફાંસી થાય. રાશિદ એન્જિનિયર જેવાને તો ચૂંટણી લડવા મળે, તે જીતી પણ જાય અને પછી જામીન મેળવી જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પ્રચારમાં પહોંચી જાય. ઇઝરાયેલે તેનો ખટલો ચલાવી તેને ૧૯૬૨માં તો ફાંસી આપી દીધી. આપણે તો સંસદ પર ત્રાસવાદી હુમલો કરનાર અફઝલ ગુરુને ફાંસી અપાતાં ૧૨ વર્ષ નીકળી ગયા. અને તે પછી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીર્ હતી તેથી તેમણે દયા અરજી ન માન્ય રાખી. તેથી ફાંસી આપી શકાઈ.
લેબેનોનમાં આ ધડાકાઓનું મીડિયા કવરેજ જુઓ. પેજર ધડાકાના સમાચાર આવ્યા તેમાં હિઝબુલ્લા ‘મેમ્બર’ લખવામાં આવ્યું. હિન્દીમાં હિઝબુલ્લા કે ‘સદસ્ય’ લખાયું. આ લોકો શું કોઈ રાજકીય પક્ષ કે સાંસ્કૃતિક સંગઠનના સભ્યો છે? તેમના માટે તો હિઝબુલ્લાના ‘ત્રાસવાદીઓ’ શબ્દ જ લખાય.
એનાથી આગળ હદ એ વટાવી કે બીજા દિવસે જ્યારે બધે જ સમાચાર એ ચાલી રહ્યા હતા કે આ ત્રાસવાદીઓની કારમાં, વાકીટાકી, વગેરેમાં ધડાકા થયા ત્યારે ‘આપ કો રખે આગે’વાળા એબીપી ચેનલની વેબસાઇટ પર મુખ્ય દસ સમાચારોમાં એ હતા જ નહીં! અને ગૂગલમાં સર્ચ કરો તો હિઝબુલ્લાના ત્રાસવાદીઓએ ઇઝરાયેલ પર રોકેટ દાગ્યા તેવા સમાચાર ચાર કલાક પહેલાં એબીપીની વેબસાઇટ પર મૂકાયા હોવાનું બતાવ્યું! હવે ખરેખર તો એ દિવસે હિઝબુલ્લાએ રોકેટ દાગ્યા હોવાની ઘટના જ નહોતી બની. ક્યાંથી બને! પેજર ધડાકાની કળ વળે તો એ વળતો હુમલો કરે ને ! એના ૨૭૫૦થી વધુ ત્રાસવાદીઓ તો ઘાયલ હતા! ખરેખર તો આ સમાચાર ત્રણ કે ચાર દિવસ જૂના હતા. પરંતુ એબીપીએ તેને ફરીથી ચાર કલાક પહેલાં અપલાડ કરી દીધા અથવા તો જૂના સમાચાર નવા લાગે તેમ તેના અપલાડનો સમય બદલી નાખ્યો હશે. જેથી જે સર્ફ કરે તેને એમ લાગે કે હિઝબુલ્લા પણ શાંત નથી બેસી રહ્યું. તેણે વળતી પ્રતિક્રિયા તો આપી જ છે.
આ હદે જવાનું? અહીંના જિહાદીઓનું મનોબળ ન ભાંગે તેથી જૂના સમાચારને તાજા સમાચાર તરીકે ચલાવવાના અને હિઝબુલ્લાના ત્રાસવાદીઓ બીજા દિવસે પણ ધડાકાનો ભોગ બન્યા તે સમાચારને અંદર ક્યાંક મૂકી દેવાના? જેથી અહીંના જિહાદીઓના ધ્યાનમાં ન આવે? આવા પ્રકારનાં મીડિયા ઇઝરાયેલ પર ત્રાસવાદી હુમલા થાય, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેમના મૃતદેહને ક્ષતવિક્ષત કરી ત્રાસવાદીઓ તેમના પર પેશાબ કરે તે બધા સમાચાર સતસવીર નથી બતાવતા હોતા, પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે ઇઝરાયેલ હુમલો કરે અને હમાસે ગાઝાની હાસ્પિટલની નીચે બંકર બનાવ્યું હોય તો તેના સતસવીર અહેવાલો આપશે. જુઓ! ઇઝરાયેલે શું કર્યું!
ખરેખર તો જે રીતે યહૂદીઓએ હિટલરના પ્રતીકને ધિક્કારનું ચિહ્ન બનાવી અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં પ્રતિબંધિત કરાવી દીધો તેમ આવા મીડિયા કવરેજની સામે પણ ઝુંબેશ કરવાની આવશ્યકતા છે કારણકે સીએનએન, બીબીસી, ન્યૂયાર્ક ટાઇમ્સથી માંડીને ભારતનું લેફ્ટ-લિબરલ મીડિયા ઇસ્લામી જિહાદીઓને છાવરવાની પ્રવૃત્તિ કરતું હોય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર આ જિહાદીઓ હુમલા કરે તો આ મીડિયા એમ લખે છે કે એ તો પાલિટિકલ રિવેન્જ હતો. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યા, બળાત્કાર, સંપત્તિ છિનવી લેવાના અધમ અપરાધો ચાલ્યા તેના બચાવમાં એવો નેરેટિવ ચલાવાયો હતો કે પંડિતો
સમૃદ્ધ હતા, સરકારી નોકરીઓમાં હતા, વગવાળા હતા તેથી તેમને નિશાન બનાવાયા! આવી પ્રતિક્રિયાવાળી વાત તેઓ ૨૦૦૨નાં ગુજરાત રમખાણો બાબતે માનવા તૈયાર નહીં થાય.
યહૂદીઓ અને મોસાદની આ જે શત્રુને જે દેશમાં હોય ત્યાં જઈને પતાવી દેવાની વાત છે તે જ યહૂદી પ્રજાને વિશ્વની નંબર વન પ્રજા બનાવે છે. આ બાબતે ખ્રિસ્તીઓ પણ પાછા પડે છે. જિહાદીઓને તેમની જ ભાષામાં ઉત્તર આપવો પડે. ‘હાલિ ડે’ ફિલ્મમાં અક્ષયકુમાર કહે છે તેમ આતંકવાદીઓને આતંકવાદી બનવામાં ડર લાગવો જોઈએ. એ લોકો જ્યાં પણ જાય, જે પણ કટ્ટરતાની પ્રવૃત્તિ કરે ત્યાં તેને સતત ભય લાગવો જોઈએ. અને કોઈ અણસાર આપ્યા વગર આવા ધડાકા થાય તો જ તેમનામાં ડર પેસે.
જિહાદીઓને યહૂદીઓએ બતાવી દીધું છે કે અમે તમારા દાદા છીએ. યહૂદીમાંથી જ ખ્રિસ્તી પંથ અને પછી ઇસ્લામ નીકળ્યો. પરંતુ ઇસ્લામમાં માનનારોએ મુસ્લિમ બ્રધરબૂડ, ઉમ્મત, ખલીફા વગેરે વાતો કરીને વિશ્વને ઇસ્લામમય બનાવવાનું સપનું સાકાર કરવાની કટ્ટરતામાં હદ વટાવી દીધી. તેઓ ત્રાસવાદી હુમલા કરવા લાગ્યા. જે દેશમાં રહેતા હોય તે દેશને પ્રથમ માનવાના બદલે અમારો મઝહબ અમારા માટે પ્રથમ અને તેમાંય તેનું અર્થઘટન મુલ્લા-મૌલવીઓ પોતાના સ્વાર્થ માટે ખોટું કરવા લાગ્યા. એક સમયે ખ્રિસ્તીઓ પણ માનતા હતા કે બધી ભૂમિ ખ્રિસ્તીઓની જ છે અને એટલે તો યુરોપના ખ્રિસ્તીઓ ભારત, આફ્રિકા સહિત આખી દુનિયા પર પોતાનાં સંસ્થાનો બનાવવા નીકળી પડ્યા હતા, પરંતુ પછી તેમને સમજાઈ ગયું. અમેરિકાની મદદથી ખ્રિસ્તીઓએ પોતાનો પગ સમગ્ર વિશ્વમાં જમાવી રાખ્યો તે જુદી વાત છે, પરંતુ તેના રસ્તા જુદા હતા.
યહૂદીઓ પર જર્મનીમાં નરસંહાર થયા, ગેસ ચેમ્બર બનાવી દેવામાં આવી, તે પછી તેમણે નક્કી કર્યું કે આપણે આપણી ભૂમિ પાછી મેળવવી જ છે. યહૂદીઓના તહેવાર પાસઆૅવરની શરૂઆતમાં ભોજન સમારંભ યોજાય છે. તેને ‘સીડર’ કહેવાય છે. આ ભોજન સમારંભ માત્ર ખાઈ-પીને ક્રિકેટ મેચમાં કોણ સારું રમ્યું, હમણાં પેલી ફિલ્મ મસ્ત આવી છે, ફલાણા શૅરમાં આટલો નફો થયો, મેં હમણાં આ જગ્યાએ પ્લાટ લીધો વગેરે વાતો નથી કરતા, તેઓ વાર્તા કરે છે, તેની ચર્ચા કરે છે, ‘સીડર’ એ પ્રાચીન ઇજિપ્તની દાસતામાંથી ઇઝરાયેલીઓ એટલે કે યહૂદીઓ છૂટ્યા તેની ઉજવણી છે. એક પ્રજા જ્યારે આ પ્રકારની પરંપરાને પંથ સાથે જોડી દે ત્યારે જ ઇઝરાયેલ જેવું મહાન રાષ્ટ્ર બને છે. એટલે આ સીડરમાં તેઓ દર વર્ષે સંકલ્પ લેતા કે ‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ’. અને ૧૯૪૮માં આ સંકલ્પ તેમણે સાચો કરી બતાવ્યો. આ પણ એક પ્રજાનો સંકલ્પ હતો. સો-બસ્સો જણાનો નહીં. ભારતમાં જેમ શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, મદનલાલ ધીંગરા, ચંદ્રશેખર આઝાદ,
પૃથ્વીસિંહ આઝાદ, ચાફેકર બંધુઓ, વાસુદેવ બળવંત ફડકે જેવા ગણ્યાગાંઠ્યા ક્રાંતિકારીઓ લડ્યા રાખતા અને પ્રજા મસ્ત રહેતી. અને કાંગ્રેસના માર્ગે પછી જોડાઈ તેવું નહોતું. કાંગ્રેસના માર્ગે પણ મળત તો ખંડિત સ્વતંત્રતા. જેમ કેન્દ્રમાં મોદી સરકાર જ ફિક્સ રહે અને અલગ-અલગ રાજ્યોમાં લોકો ચૂંટે તે પક્ષની સરકાર ચૂંટાય તેમ કેન્દ્રમાં બ્રિટિશરો શાસન કરે અને રાજ્યોમાં લોકો ચૂંટે તે પક્ષની સરકાર આવે તેવી સ્વતંત્રતાને ડામિનિયન સ્ટેટસ કહે છે. આવા ડામિનિયન સ્ટેટસથી ગાંધીજી અને કાંગ્રેસ ખુશ હતાં. પરંતુ સુભાષચંદ્ર બોઝે આગ્રહ રાખ્યો કે પૂર્ણ સ્વતંત્રતા જોઈએ. તે વખતે નહેરુ બોઝના મિત્ર હતા. તેથી રાવી કિનારે કાંગ્રેસ અધિવેશનમાં તેમણે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કરાવ્યો. ગાંધીજી આ પામી ગયા. તેથી તો નહેરુને બોઝથી અળગા કરી, બોઝનું પત્તું જ કાંગ્રેસમાંથી સાફ કરાવી દીધું જેથી અંગ્રેજોને ફાવે તેવી સત્તા ૧૯૪૭માં મળે. છેલ્લે સરદાર પટેલનું પણ પત્તું સાફ થઈ ગયું.
એટલે યહૂદીઓ જેવી ખુમારી સંપૂર્ણ પ્રજામાં જોઈએ. આજે જોકે જ્યાર્જ સારોસ જેવા ઘણા લોકો લૅફ્ટ-લિબરલ બની ગયા છે. અનેક યહૂદી યુવાન-યુવતીઓ અમેરિકામાં કાલેજમાં ભણીને પેલેસ્ટાઇન તરફી થઈ ગયા છે. તેનું કારણ એ છે કે તેઓ તેમનો ઇતિહાસ ભૂલી ગયા છે. કાલેજમાં લૅફ્ટ-લિબરલ અભ્યાસક્રમ અને તેને ભણાવનારા લેફિ્ટસ્ટ પ્રાધ્યાપકો દ્વારા બ્રેઇનવાશિંગ થાય છે તેના કારણે તેમની આ સ્થિતિ થઈ છે. પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લાના ત્રાસવાદીઓના પેજર, વાકીટાકી, કારમાં ધડાકા કરીને ઇઝરાયેલે સાબિત કરી દીધું છે કે ત્રાસવાદીઓને તેમની જ ભાષામાં ઉત્તર આપતાં એમને સારી રીતે આવડે છે. ઘર મેં ઘૂસ કર મારા.
આનાથી પ્રત્યેક દેશભક્ત અને ઇતિહાસને સમજનાર યહૂદીઓની છાતી કેવી ગજગજ ફૂલી હશે! આવાં કૃત્યો થઈ શકે છે તેનું કારણ ઇઝરાયેલની ટૅક્નાલાજીમાં માસ્ટરી છે. ઇઝરાયેલ અને યહૂદીઓ અનેક ટૅક્નાલાજીના શોધક છે. તેઓ પણ પૈસા કમાય છે. તેઓ પણ મોટા-મોટા ઉદ્યોગપતિ બને છે. પરંતુ ભારતના ઉદ્યોગપતિઓ જેવું નહીં, જેમને કરિયાણા, શાકભાજીના વેપારમાં રસ હોય, મોટર બનાવવામાં રસ હોય અને પછી પંથ-સંસ્કૃતિ જાય ચૂલામાં. વેપાર માટે હલાલ સર્ટિફિકેટ મેળવતા ખચકાટ ન થાય. યહૂદીઓએ પોતાનો એવો પ્રભાવ ઉત્પન્ન કર્યો કે તેમનું શત્રુ હમાસ પણ અમેરિકાનું શત્રુ બની ગયું. આપણે તો આટલાં વર્ષે પણ જૈશ એ મોહમ્મદ, લશ્કર-એ-તોઇબા, હિઝબુલ મુજાહિદ્દીન માટે આવું નથી કરી શક્યા. આપણે આટલાં વર્ષે એટલે કે સ્વતંત્રતાનાં ૬૯ વર્ષ પછી છેક સર્જિકલ સ્ટ્રાઇક કરી. તે પછી વિદેશમાં- કેનેડામાં અને પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ મરતા થયા. તેમાંય પાછા છે તો છૂટકપૂટક જ. હાફીઝ સઈદ, મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન, દાઉદ ઇબ્રાહિમ જેવા નહીં.
પરંતુ આવું કરવા માટે જેમ યહૂદીઓ બેન્જામીન નેતાનયાહૂને ચૂંટે છે, ભ્રષ્ટાચારની નાનીમોટી ફરિયાદો છતાં, તેમ કરવું પડે. હમાસના ગત આૅક્ટોબરમાં ત્રાસવાદી હુમલા પછી વિપક્ષો નેતાન્યાહૂની પડખે ઊભા રહે છે તેમ ભારતમાં વિપક્ષોએ મત બૅંકની રાજનીતિ છોડીને સરકારના પડખે ઊભા રહેવું પડે. એક પ્રજાએ ખમીરવંતી પ્રજા બનવું પડે. નાચગાન, પૈસા કમાવા, વેકેશનમાં ફરવા જવું, તેની સાથોસાથ દેશભક્તિને લોહીમાં વણી લેવી પડે. જરૂર પડે થોડી તકલીફોનો સામનો કરવાની તૈયારી પણ રાખવી પડે. માત્ર વાતો નહીં, નક્કર કામ કરીને બતાવવું પડે. આપણે ત્યાં સામાન્ય માનવીથી લઈને નેતા સુધી વાતોનાં વડાં કરનારા બહુ છે. આપણી ફિલ્મોમાં પણ સંવાદોની પટ્ટાબાજી બહુ થાય છે. હમ વો હૈ જો ઉડતી ચિડિયા કે ભી પૈર ગિન લેતે હૈ. ઘણા આવા વાત-વીર છે. સાશિયલ મીડિયાથી માંડીને પ્રવચનોમાં મોટી-મોટી વાતો કરશે પરંતુ નક્કર કામ કરવાનું આવશે તો પાણીમાં બેસી જશે. હું પાછળ રહું, તમે આગળ થાવ તેવી ભાવના આવશે. કંઈક મુદ્દો હશે તો પોતે તેના પર લખશે કે બોલશે નહીં, પરંતુ છાનામાના વાટ્સઍપ કે ફેસબુક મેસેન્જરમાં અંગત મેસેજ કરીને જણાવશે. જો તમે આટલું લખી કે બોલી પણ ન શકતા હો તો નક્કર કામ કરવાનું આવશે ત્યારે તો સ્વાભાવિક જ ઘરમાં સંતાઈ જવાના.
વિચાર કરો ને, કે આપણને ઇઝરાયેલ સાથે સત્તાવાર રાજદ્વારી સંબધ રાખવામાં જ ૪૪ નીકળી ગયા અને તે પણ ક્યારે! જ્યારે ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ (નરસિંહરાવ) સત્તામાં આવી ત્યારે ! અને માત્ર ઇઝરાયેલની મુલાકાતે ભારતના વડા પ્રધાન થાય તે તો ૨૦૧૭ના વર્ષમાં- સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી શક્ય બન્યું. ઇઝરાયેલે તો ભારતની દરેક સંકટની ઘડીમાં છુપી તો છુપી રીતે પણ મદદ કરી જ છે. પરંતુ આપણા માટીપગા નેતાઓને ભારતના મુસ્લિમો ક્રોધિત થઈ જશે તેની બીક જ સતાવતી રહી.
લેબેનોનમાં ધડાકા કરીને ઇઝરાયેલે ફરી એક વાર પોતાનું ખમીર બતાવી દીધું છે. તેમાંથી આપણી પ્રજા અને નેતાઓ શીખે તો ભારતનો બેડો પાર થઈ જાય.