રાજુલા પોલીસને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે. જીતુભાઇ મગનભાઇ સોલંકી (તત્વજ્યોતિ મંદિર પાસે, હાલ લીલાપીરની ધાર તા.રાજુલા) નામના આરોપીને અમરેલીની સેશન કોર્ટ દ્વારા તા.૧૧/૦૫/૨૦૨૩ના રોજ પોલીસની ફરજમાં રુકાવટ અને વ્યવસ્થાના ગુનામાં એક વર્ષની સજાનો હુકમ થયો હતો. આ આરોપી છેલ્લા બે વર્ષથી સજા ટાળવા નાસતો ફરતો હતો, જેને ચોક્કસ બાતમીના આધારે પકડીને કાર્યવાહી કરેલ છે.