રાજસ્થાન રોયલ્સે આખરે આઇપીએલ ૨૦૨૫ માં પોતાનું ખાતું ખોલ્યું છે. ગુવાહાટીમાં તેના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાનની કેપ્ટનશીપ કરતી વખતે રિયાન પરાગે છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૬ રનથી હરાવ્યું.આ રીતે, સતત બે મેચ હાર્યા બાદ, રાજસ્થાન ત્રીજી મેચ જીતવામાં સફળ રહ્યું.

જ્યારે ચેન્નાઈને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. રાજસ્થાનની જીતના સ્ટાર્સ નીતિશ રાણા અને વાનિંદુ હતા પરંતુ છેલ્લી ઓવરમાં સંદીપ શર્માએ ફરી એકવાર એમએસ ધોનીને રોક્યો અને ચેન્નાઈ પાસેથી જીતની તક છીનવી લીધી. ૩૦ માર્ચ, રવિવારના રોજ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને ૧૮૨ રનનો મજબૂત સ્કોર બનાવ્યો.તેના માટે, નીતિશ રાણાએ માત્ર ૩૬ બોલમાં ૮૧ રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને ટીમને આ સ્કોર સુધી પહોંચવાનો પાયો નાખ્યો. આ ફ્રેન્ચાઇઝ માટે રાણાની આ પહેલી અડધી સદી હતી.