અમદાવાદ ખાતે તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાત ક્રેડાય દ્વારા આયોજિત બેઠકમાં અમરેલી બિલ્ડર્સ એસોસિએશને જંત્રી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવી અને અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં ક્રેડાયના પરેશભાઈ ગજેરા, અમિતભાઈ પટેલ અને દશરથભાઈ પટેલ સહિત રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી બિલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ ચંદુભાઈ વોરા, દીપકભાઈ મહેતા, જયસુખભાઈ દેવાણી, સંજયભાઈ વાગડીયા અને હિંમતભાઈ સોળીયાએ અમરેલી જિલ્લામાં જંત્રીની વિસંગતતાઓને કારણે ઉદ્‌ભવતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. આ મુદ્દે તેમણે લેખિત રજૂઆત પણ કરી
હતી.