ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાન્ત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આર.ટી.એસ. આપીલ દાખલ કરી હતી. જે અપીલના કાગળો ખોવાઇ ગયા હોવાથી પરત મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરી હતી.
દરમ્યાન તેઓનો સંપર્ક આ કામના બન્ને આરોપીઓ જહેગામ મામલતદાર કટેરીના નાયબ મામલતદાર પ્રવિણ એમ.પરમાર અને ટાઈપીંગ કરનાર(ખાનગી વ્યક્તિ) નિતેષ જે. રાજન સાથે થઈ હતી. બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો. જેને આધારે છઝ્રમ્એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાળ બિછાવીને લાંચ લેતા પ્રવિણ પરમાર અને નિતેષ રાજનને ઝડપી લીધા હતા.