પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના વડા મહેબૂબા મુફ્તીએ શુક્રવારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ના અધિકારીની બદલી અંગે જમ્મુ અને કાશ્મીર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે તેને ભ્રષ્ટાચાર અને શક્તિશાળી લોકો વચ્ચેના જાડાણનો પુરાવો ગણાવ્યો અને પ્રશ્ન કર્યો કે શું જમ્મુ અને કાશ્મીર સરકાર ન્યાય અને જવાબદારી પ્રત્યે ગંભીર છે.
સરકારે એસીબીના એસએસપી અબ્દુલ વાહિદની બદલી કરી છે, જેમને તાજેતરમાં છઝ્રમ્ના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમને ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેઓ શ્રીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમના બે વરિષ્ઠ અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તિના કેસ નોંધ્યા હતા.
એકસ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અબ્દુલ વાહિદ અને તેમના સાથીદારોને એસીબીમાંથી હટાવવાથી ભ્રષ્ટાચારનો સામનો કરતા અધિકારીઓ સામે આવતા જાખમો પર પ્રકાશ પડે છે. તે ભ્રષ્ટ અને શક્તિશાળી વચ્ચેના જાડાણને ઉજાગર કરે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સરકારની આ કાર્યવાહી ભ્રષ્ટાચારની તપાસના બહાને કાશ્મીરીઓની મિલકતો પર દરોડા પાડવાના તેના વાસ્તવિક ઇરાદાને દર્શાવે છે. મહેબૂબાએ આ પગલાને તે વ્યક્તિને સજા કરવાના પગલા તરીકે વર્ણવ્યું જેણે જાહેરમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ન્યાય અને જવાબદારી પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.