ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સત્તાવાર મુલાકાતે આયર્લેન્ડ ગયા હતા, જ્યાં તેઓ આયર્લેન્ડના રાષ્ટÙપતિ માઈકલ ડી. હિગિન્સ અને વિદેશ પ્રધાન સિમોન હેરિસને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અને ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ. વિદેશ મંત્રી જયશંકર અને આયર્લેન્ડના રાષ્ટÙપતિ હિગિન્સે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી અને વૈશ્ચિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. તે જ સમયે, વિદેશ મંત્રી સિમોન હેરિસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં વેપાર, શિક્ષણ, પર્યટન, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના આદાન-પ્રદાન જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બંને દેશો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા અને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,ફિનટેક અને સેમિકન્ડક્ટર જેવા નવા ક્ષેત્રોમાં ભાગીદારી માટે તકો શોધવા સંમત થયા. વધતા વેપાર અને આર્થિક સંબંધોને ધ્યાનમાં રાખીને, બંને દેશોએ એક સંયુક્ત આર્થિક આયોગની સ્થાપના કરવાનો નિર્ણય લીધો, જે વ્યવસાય અને વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપશે. મુલાકાત દરમિયાન રાજદ્વારી વિનિમય અંગેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશો વચ્ચે રાજદ્વારી તાલીમ કાર્યક્રમોમાં સહયોગ વધારશે.વિદેશ મંત્રી ડા. એસ. જયશંકરે ડબલિનના સેન્ટ સ્ટીફન્સ ગ્રીન પાર્કમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
તેઓ આયર્લેન્ડમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને પણ મળ્યા અને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આયર્લેન્ડમાં નવી સરકારની રચનાના બે મહિનાની અંદર થયેલી આ મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો અને સતત સહયોગ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.