મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં રાજસ્થાન સરકારનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તેમની જર્મની યાત્રાના બીજા દિવસે મ્યુનિક શહેરમાં રાઈજિંગ રાજસ્થાન ઈન્વેસ્ટર રોડ શોમાં ભાગ લીધો. સરકારે જર્મનીના રોકાણકારોને રાજસ્થાનમાં તેમના એકમો સ્થાપવા માટે આમંત્રિત કર્યા. ઈન્વેસ્ટર રોડ શોમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જર્મનીના વ્યાવસાયિક જગત અને કારોબારી સમૂહ સાથે રાજસ્થાનના ઓટોમોબાઈલ, ઈએસડીએમ, સપ્લાય ચેન અને લોજિસ્ટિક્સ, પર્યટન, પેટ્રોલિયમ, ખાણ-ખનિજ, રિન્યુએબલ એનર્જી, રક્ષા , પેકેજિંગ જેવા વિવિધ ક્ષેત્રે રોકાણ માટે આહ્વાન કર્યુ.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે અમારી સરકાર દરેક પગલા પર તેમની સાથે છે. જર્મની વૈજ્ઞાનિક નવીનતાઓ, ટેકનિકલ કૌશલ્ય,સમૃદ્ધિ અને વિકાસનું શક્તિશાળી પ્રતીક છે. તેમની સાથે મળીને અમે અમારી મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા માંગીએ છીએ. વ્યૂહાત્મક રીતે રાજસ્થાન એક આદર્શ સ્થળ છે. અમારી પાસે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિપુલ સંસાધનો છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ભારતને વૈશ્વીક કંપનીઓ માટે સપ્લાય ચેઇન ડેસ્ટીનેશન તરીકે જાવામાં આવે છે અને તેની સક્રિય અને વિકાસલક્ષી નીતિઓને કારણે રાજસ્થાન ભારતમાં આ કંપનીઓનું વિશ્વસનીય ભાગીદાર બનવા તૈયાર છે. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકાર તમારા રોકાણને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવા દરેક પગલા પર તમારી સાથે છે.
રાજ્યના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા જર્મન રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ૨૦૩૧-૩૨ સુધીમાં રાજસ્થાન તેની રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા વર્તમાન ૨૮ ગીગાવોટ ય્ઉ થી વધારીને ૧૧૫ ય્ઉ કરશે. આ માટે ૫.૪ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણની જરૂર છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર રહેલું જર્મની રાજસ્થાનમાં સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.
મ્યુનિકમાં આયોજિત આ ઈન્વેસ્ટર રોડ શોમાં, રાજસ્થાન સરકારે અલ્બાટ્રોસ પ્રોજેક્ટ્‌સ, ફ્લીક્સબસ, પાર્ટેક્સ એનવી, વેઉલી ટેકનિક જીએમબીએચ અને ઇંગો શમીટ્‌ઝ જેવી ઘણી મોટી જર્મન કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ કંપનીઓ સંરક્ષણ, ગતિશીલતા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઓટોમોબાઈલ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આ દરમિયાન મુખ્યમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે જર્મનીના રોકાણકારો, વેપારી જૂથો અને ઈનોવેટર્સ સાથે પણ વાતચીત કરી હતી અને તેમને રાજસ્થાનમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી સાથે જર્મનીમાં ઉપસ્થિત ઉપમુખ્યમંત્રી દિયા કુમારીએ કહ્યુ કે રાજસ્થાન નવીનતાને અપનાવી, તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપીને અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને તેની વિશાળ સંભાવનાને અનલાક કરવા તૈયાર છે. રાજસ્થાન ટેકનોલોજી અને અન્ય મુખ્ય વ્યાપારી ક્ષેત્રોમાં જર્મની સાથે સહયોગ કરવા ઉત્સુક છે. જર્મન પેકેજિંગ કંપની મલ્ટીવેક સેપ હેગનમુલર એસઈ એન્ડ કંપની કેજી સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળની બેઠક દરમિયાન, કંપનીના અધિકારીઓએ રાજસ્થાનમાં તેમનો વ્યવસાય વિસ્તારવામાં રસ દાખવ્યો હતો. આમાં રાજ્યમાં આઇટી હબની સ્થાપના, તેની હાલની કામગીરીમાં વધારો કરવો અને રાજસ્થાન જે તકો આપે છે તેનો લાભ લેવાનો સમાવેશ થાય છે. પેકેજિંગ ક્ષેત્રની આ કંપની ખાદ્ય, જીવન વિજ્ઞાન, આરોગ્યસંભાળ અને ઔદ્યોગિક માલસામાન જેવા ઉદ્યોગો માટે પેકેજિંગ સુવિધાઓ પૂરી પાડે છે અને રાજ્યના ઘીલોથ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પાદન એકમ ધરાવે છે.
રાજધાની જયપુરમાં આ વર્ષે ૯, ૧૦ અને ૧૧ ડિસેમ્બરે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૪નું આયોજન કરવામાં આવશે. તે રાજસ્થાન સરકારના નેજા હેઠળ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, બ્યુરો ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને રાજસ્થાન રાજ્ય ઔદ્યોગિક વિકાસ અને રોકાણ નિગમના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે, જેનો નોડલ વિભાગ વીઆઇપી છે.આ ત્રિ-દિવસીય મેગા સમિટનો ઉદ્દેશ્ય દેશ-વિદેશની મોટી અને નાની કંપનીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રોકાણકારોને રાજ્યમાં આવીને કામ કરવા આમંત્રિત કરવાનો, રાજ્યમાં વિવિધ પ્રકારના ઉદ્યોગોની સ્થાપનામાં મદદ કરવાનો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ વૈશ્વીક સમિટ દરમિયાન, કૃષિ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ અને કૌશલ્ય, ઓટો અને ઇવી (ઈલેક્ટ્રીક વાહનો), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમિકલ અને પેટ્રોકેમિકલ, પર્યટન, સ્ટાર્ટઅપ્સ, માઇનિંગ સહિતના વિવિધ ક્ષેત્રો પર ખાસ સત્રોનું આયોજન કરવામાં આવશે.