રાજકોટના જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય ર્જીંય્એ ગાંજાના ૩૦ જેટલા છોડ જપ્ત કરી ખેડૂતની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં જસદણમાં ગાંજાની ખેતીનું બેફામપણે વાવેતર કરાઈ રહ્યું છે.એસઓજીને બાતમી મળી હતી કે જસદણના હડમતીયા ખાંડા ગામમાં કપાસ સાથે ગાંજાની ખેતી કરાઈ રહી છે, આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કપાસના વાવેતર સાથે ગાંજાના ૩૦ જેટલા છોડ મળી આવ્યા હતા. એસઓજીએ મામલતદાર અને એફએસએલની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી છે, તેમજ ખેડૂત ખોડા રાઘવજજી રોજસરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
ગુજરાતમાં માદક પદાર્થોનું સતત વેચાણ વધી રહ્યું છે. અગાઉ એસઓજીએ જસદણ અને વિંછીયામાં દરોડા પાડ્યા હતા, જેમાં ૨૦૮ કિલો ગાંજાના માલ સાથે બે ખેડૂતની ધરપકરડ કરી હતી, જેની કિંમત અંદાજે રૂપિયા ૨૦ લાખખ થતી હતી. ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો.