અમરેલીનાં જસવંતગઢ ગામના સરપંચ અશોકભાઈ માંગરોળીયાનાં પિતા કનુભાઈ માંગરોળીયાનું આકસ્મિક નિધન થતાં માંગરોળીયા પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. માંગરોળીયા પરિવારે કનુભાઈનું ચક્ષુદાન કરી બીજાને દૃષ્ટી આપવાનો પ્રયાસ કર્યો હતો. સંવેદના ગૃપ અને રોટરી કલબ સાવરકુંડલા દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું.