જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા એક યુવકને પ્રેમસંબંધ રાખવો ભારે પડયો હતો. જેમાં યુવતીનાં પિતા સહિત ત્રણ લોકોએ યુવકને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી શૈલેષ લખમણભાઈ જાદવ રહે.ભાડા હાલ. સુરતવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવકને આરોપી ભરત લાખા કવાડની દીકરી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ યુવતીનાં પિતાને થતાં યુવતીનાં પિતા ભરત લાખા કવાડ, જડીબેન લાખા કવાડ અને ઉકા ગોવિંદભાઈ કવાડે એકસંપ કરી યુવકને લાકડી વડે તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારતા યુવકે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.