અમરેલી જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો પગરવ શરૂ થયો છે ત્યારે તસ્કરો પોલીસની ઠંડી ઉડાડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનોને પણ નિશાન બનાવી રહ્યા છે. જાફરાબાદનાં હેમાળ ગામે આવેલા એક રહેણાંક મકાનમાં તસ્કરોએ પગલા પાડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે. જાફરાબાદના હેમાળ ગામે રહેતા પ્રકાશભાઈ માધુભાઈ રાઠોડે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે બીપીએલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં અજાણ્યા ઈસમે ગેરકાયદેસર પ્રવેશ કરી બે મકાનનાં તાળા તોડી બે તિજારીનાં પણ તાળા તોડી તિજારીમાં રહેલા સોના-ચાંદીના દાગીના રૂ.પ,૩૧,પ૦૦ અને રોકડ રૂ.૧૬૦૦૦ મળી કુલ રૂ.પ,૪૭,પ૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા. જેથી પ્રકાશભાઈએ અજાણ્યા ચોર વિરૂધ્ધ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદના પગલે ચોરીનાં બનાવની તપાસ પીએસઆઈ પી.બી.પલાસ ચલાવી
રહ્યા છે.