અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના યુવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમારનું હાર્ટ એટેકથી અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જાફરાબાદના નાનકડા ગામ કડીયાળીમાં જન્મેલા હિંમતભાઈ પરમારે પોતાની મહેનત અને લગનથી પોલીસ વિભાગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ શરૂઆતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા અને ત્યારબાદ પોતાની કાર્યક્ષમતાથી પ્રમોશન મેળવીને જુનાગઢ ખાતે PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હિંમતભાઈ પરમારના અચાનક નિધનથી કડીયાળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.