જાફરાબાદના કોવાયા ગામે એસ.ઓ.એસ. હોસ્પિટલ દ્વારા કોવાયા પ્રાથમિક શાળા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને બીપી, ડાયાબિટીસ, મસા, હરસ, હાડકાના રોગો, બાળકોના રોગો, સ્ત્રી અને પ્રસૂતિ રોગો, દાંતના રોગો, કસરતનું માર્ગદર્શન, મગજની ગાંઠ, કમરનો દુખાવો, કેન્સરના રોગો, કાન, નાક, ગળાના રોગો અને ચામડીના રોગોનો સમાવેશ થાય છે.આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ ગામના સરપંચો અને અલ્ટ્રાટેક સિમેન્સ લિમિટેડના સ્ટાફે સહકાર આપ્યો હતો.