જાફરાબાદના ભાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભાડા મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં ૫૩૬ પશુઓને રસીકરણ, ૪૭૨ પશુઓને કાયમી રસીકરણ, આવકના દાખલા ૫૨, ૪૫ પશુઓની ગાયનેકોલોજિકલ સારવાર, ૪૩ પશુઓની મેડિસિન સારવાર, આધાર કાર્ડ સુધારા ૪૩, મિલકત આકારણી ઉતારા ૪૦ અરજી, ૩૮ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી સેવા, આધારકાર્ડ નોંધણી ૩૫, ૩૫ હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબિટિસ અને બીપી ચકાસણી સહિતની ૧૩૮૨ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં ૩૧ ઓક્ટોબર સુધી ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.