જાફરાબાદના લોર ગામે રસ્તે ચાલવાના મનદુઃખમાં યુવકને મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ભાયાભાઈ રામભાઈ બારૈયા (ઉ.વ.૩૫)એ અશોકભાઈ તખુભાઈ વરૂ તથા હરેશભાઈ તખુભાઈ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તેમના ગામના ગોવિંદભાઇ નારણભાઇ હડીયા સાથે રસ્તે ચાલવા બાબતે મનદુઃખ હતું. જેથી તેમની સાથે ઝઘડો કરી ગાળો આપી પગથી બે-ત્રણ પાટુથી મારી પાડી દઇ મુંઢ ઇજા કરી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.