જાફરાબાદના હેમાળ ગામે એક કિશોરના માથામાં લોખંડનો સળિયો મારવામાં આવ્યો હતો. આ અંગે તેણે રમેશભાઈ બાલુભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેના મિત્ર અરબાઝ સાથે તેના શેઠની રીક્ષા લઈને હેમાળ ગામે સોડા આપવા આવ્યા હતા. તે દરમિયાન હેમાળ ગામના રમેશભાઈ (આરોપી) તેની મોટર સાયકલ લઈને તેમની રીક્ષાની બાજુમાંથી પસાર થયા હતા ત્યારે આરોપી તેમની સામું જોઇને કાઇંક બોલ્યા હતા. જેથી તેમણે આરોપી સામે કાતર મારીને જોયું હતું. બાદમાં તેઓ અને તેનો મિત્ર બંને હેમાળ ગામના ભુપતભાઈની દુકાને સોડા આપવા ગયા અને બહાર રસ્તામાં ઉભા હતા ત્યારે આરોપીએ આવીને માથાના પાછળના ભાગે લોખંડના સળીયાનો એક ઘા માર્યો હતો અને ગાળો આપી હતી.