જાફરાબાદમાં રહેતા બાલુભાઈ નાનજીભાઈ સાંખટએ જાહેર કર્યા મુજબ, અભય સપ્લાયર્સ નામના કચરાના પ્રોસેસ પ્લાટમાં કામ ચાલુ હતું. આ પ્લાન્ટમાં મજૂરો કામ કરતા હતા. બપોરના આશરે એકાદ વાગ્યે બધા મજૂરો મશીન બંધ કરી જમવા જતા રહ્યા હતા. આ કચરો પ્લાસ્ટિકનો મુલાયમ તથા રબર તથા ફાયબરનો હોય અને કચરો મશીનમાં પ્રોસેસ થતા કચરો ગરમ થઈ જતાં આગ લાગતા કુલ રૂ.૩,૦૧,૩૦,૦૦૦નું નુકસાન થયું હતું.