જાફરાબાદ તાલુકાના વિવિધ ગામોમાંથી સ્વયંસેવકોનું ઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચલન નીકળ્યું હતું, નગરવાસીઓ દ્વારા ઠેર ઠેર ભગવાધ્વજનું ફુલ, કંકુ અને ચોખા દ્વારા સ્વાગત પૂજન કરવામાં આવ્યું. આ પથ સંચલન નિમિત્તે શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા આર.એસ.એસની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન વ્યવહારમાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં સમરસતા, સ્વદેશી, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક શિષ્ટાચાર વિશે વાત કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સહ કાર્યવાહ દ્વારા શાખા કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવ્યા હતાં.