જાફરાબાદમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. ઘટક જાફરાબાદના સી.ડી.પી.ઓના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ સેજાનો પોષણ ઉત્સવ તેમજ પોષણ ઉડાન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અતર્ગત લાભાર્થી તેમજ કાર્યકર/હેલ્પર બહેનો દ્વારા THR માંથી મિલેટ્‌સમાંથી અલગ અલગ ૮૦ વાનગીઓ બનાવવામાં આવી હતી. વાનગીઓમાંથી ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા અને પોત્સાહન રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોષણ ઉડાન ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત પતંગો બનાવી તેમાં પોષણ સૂત્રો લખી ઉડાડવામાં આવ્યા હતા. કિશોરીઓને લીંબુ ચમચી રમત રમાડવામાં આવી હતી. વિટામીન C વિષે જાગૃતતા કેળવવા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.