જાફરાબાદમાં બે પક્ષોએ એકબીજા સામે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. દિવ્યાબેન કાનજીભાઈ બારૈયા (ઉ.વ.૨૨)એ વિજયભાઈ સોલંકી, શારદાબેન વિજયભાઈ સોલંકી તથા લક્ષ્મીબેન સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઈને આરોપી વિજયભાઈએ માર માર્યો હતો. જે બાબતે સમજાવવા જતાં સારું નહોતું લાગ્યું અને લાકડાના ધોકા વડે તેમની બહેનને માર માર્યો હતો. તેમજ ગાળો બોલી, જાનથી મારવાની ધમકી આપી હતી. આ પછી શારદાબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ.૩૫)એ કલુબેન કાનજીભાઈ, રવીનાબેન કાનજીભાઈ, દિવ્યાબેન કાનજીભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને તથા તેના જેઠાણી-સાસુને આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુ માર્યા હતા. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. જાફરાબાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.