જાફરાબાદમાં રહેતા એક યુવકે મજૂરીના પૈસા નથી આપ્યા તેવી વાત કરતાં યુવકને સમજાવવા જતાં ઝપાઝપી કરીને લોખંડની વસ્તુ મારી હતી. બનાવ અંગે ઘડીયાળ વેચવાનો ધંધો કરતાં ઇરાફનભાઈ રહેમાતનભાઈ મન્સુરી (ઉ.વ.૪૫)એ અબ્દુલકાદીર અફઝલભાઈ મન્સુરી (ઉ.વ.૨૨) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ આરોપીને તેમની સાથે ૧૫ દિવસ પહેલાં ઘડીયાળ વેચવાની મજૂરીએ લઈ ગયા હતા. આરોપ મજૂરી કામના પૈસા નથી આપ્યા તેવી ખોટી વાતો કરતો હતો. જેથી તેને સમજાવવા જતાં સારું નહોતું લાગ્યું અને ઝપાઝપી કરી માથાના ભાગે લોખંડની વસ્તુ મારતાં સાત ટાંકા આવ્યા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બ.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.