જાફરાબાદ શહેરમાં હોળી-ધૂળેટી અને રમઝાન માસ શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે તે હેતુ સાથે અમરેલી એસ.પી. સંજય ખરાટ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટીનો તહેવાર એટલે મોટો તહેવાર કહેવામાં આવે છે. અહીં હોળી ધૂળેટીના દિવસે કોળી અને ખારવા સમાજની અલગ અલગ ગેર નીકળતી હોય છે અને તેમાં શાંતિપૂર્ણ રીતે આ આયોજન થાય તે હેતુ સાથે જાફરાબાદ ટાઉન પીઆઈ જે.આર. ભાચકન, પીએસઆઇ પલાસ તેમજ સ્ટાફ સાથે રહીને જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે ટાઉન હોલમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.