જાફરાબાદ તાલુકાના ઘેસપુર ગામે રહેતા એક યુવકની મોટરસાયકલને આરોપીએ મોટરસાયકલ અથડાવતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાફરાબાદના ઘેસપુર ગામે રહેતા જસુભાઈ પુજાભાઈ બોરીચાએ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ મુન્ના પુજાભાઈ બોરીચા તા.રના રોજ રાત્રીના ૧૧ઃ૩૦ કલાકે તેની મોટરસાયકલ લઈને વાડીએ પોતાના ગામ જતો હતો તે દરમિયાન નાના સાકરીયા-ટીંબી રોડ પર અજાણ્યા બાઈકચાલકે પુરઝડપે આવી મુન્નાભાઈની બાઈક સાથે અથડાવતા મુન્નાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી જસુભાઈએ અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.