જાફરાબાદ તાલુકામાં આજે રવી કૃષિ મહોત્સવનું આયોજન થયેલ. જેમાં અધ્યક્ષ પદે તાલુકા પ્રમુખ બાલાભાઈ કોટડીયા, તાલુકાના ચેરમેન કરશનભાઈ, પ્રમુખ દીપુભાઈ તથા તાલુકાના મામલતદાર તથા વિભાગના નિવૃત્ત અધિકારી તથા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા કૃષિ, બાગાયત, પશુપાલન વગેરે વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં અનેક ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને હાલ નવી ઋતુ માટે પાકની વાવણી કરવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક
કૃષિ કરવા માટે તેમના અનુભવો તેમને ખેડૂતોને જણાવ્યા હતા. વિવિધ અધિકારીઓ દ્વારા પણ કૃષિ અને કૃષિ સહાયને લગતું માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ તથા ખેડૂતોને વેચાણ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે, જે
પ્રાકૃતિક કૃષિમાં જરૂર પડતી હોય એવા આયામો માટેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ રાખવામાં આવેલ છે અને આ ઉપરાંત જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે છે તેમના મોડલ ફાર્મની મુલાકાત પણ કરવામાં આવશે.