અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નજીક કડીયાળીમાં આવેલા પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત બાલકદાસ બાપુને ‘૧૦૮’ ના ભવ્ય બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે. રોકડિયા હનુમાનજી મંદિરે આયોજિત રામચરિત માનસ કથાના સમાપન બાદ ગુજરાત અને અન્ય રાજ્યોના મહાન સંતો, મહંતો અને ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બાલકદાસ બાપુને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રખ્યાત શાસ્ત્રી મનીષભાઈ ઓઝા, જમનાદાસ બાપુ, વિષ્ણુ દાદા ત્રિવેદી, સુખદેવ દાસ મહારાજ (જસદણ), આનંદ દાસ મહારાજ (પાલીતાણા), હનુમાનદાસ બાપુ (પાલીતાણા) અને જમનાદાસ બાપુ (લોઠપુર) સહિત અનેક સંતો મહંતોએ હાજરી આપી બાલકદાસ બાપુને આશીર્વાદ પાઠવ્યા હતા.