જાફરાબાદ ખાતે આવેલું બસસ્ટેશન પોઈન્ટ ઘણા સમયથી ટિસી વિહોણું છે. આ બસ સ્ટેશનમાં સફાઈ કામદાર ટિસીની ફરજ નિભાવી રહ્યા છે. પરંતુ રાજુલા ડેપો મેનેજરના ધ્યાન ઉપર ક્યારે. આવશે તેવો પ્રશ્નો મુસાફર જનતા જનાર્દન માંથી ઉઠી રહ્યો છે. ટિસી નહીં હોવાથી મુસાફર જનતા અહીં તહીં ભટકી રહીં છે અને ભારે પરેશાની ભોગવી રહી છે. આ બસસ્ટેશન પોઈન્ટ ટિસી વિહોણું હોવાથી લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બસની પુછપરછ કરવામાં માટે ટિસી ન હોવાથી મુસાફર જનતા માં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બસસ્ટેશન પોઈન્ટ ઉપર કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદારી કોની..?? હાલમાં લાઉડસ્પીકર બંધ હાલતમાં છે. ટિસી વિના કોઈ એનાઉન્સ કરતા ન હોવાથી મુસાફર ને કઈ બસ ક્યારે આવી અને ક્યારે ઉપડવાની છે તે પણ ખબર પડતી નથી. આ વાત રાજુલા ડેપો મેનેજર ધ્યાન ઉપર લેશે કે પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે તે આગામી સમયમાં જ ખબર પડશે.