જાફરાબાદ લાઇટ હાઉસ રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો હતો. તેની પાસેથી ૨૧ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જાફરાબાદના મેડિકલ અને અર્બન હેલ્થ ઓફિસર ભગીરથભાઈ સાવજભાઈ વાઘ (ઉ.વ.૨૬)એ મુખત્યારહુસૈન ગુલામહુસૈન શેખ (ઉ.વ૬૪) સામે ડિગ્રી વગર ક્લિનીક ચલાવી, દર્દી પાસેથી ફી વસૂલતી સારવાર આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી પાસેથી કુલ ૨૧,૬૩૪ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. એચ. રતન વધુ તપાસ કરી રહ્યા છે.