જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય આગ લાગે  તો રાજુલાથી ફાયર ટેન્કર મંગાવવા પડતા હતા. આ બાબતે શહેરીજનોની રજૂઆત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને જાફરાબાદ શહેરને ફાયર ટેન્કર ફાળવવામાં આવ્યું હતું. તેના પરિણામે શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.