જાફરાબાદ, તા.૨૧
છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ શહેરમાં વહિવટદારનું શાસન અત્યંત કથળેલી હાલતમાં કાર્યરત છે. પરિણામે શહેરનાં રોજીંદા પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. જેથી કોંગ્રેસ દ્વારા શહેરીજનોનાં રોજીંદા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો નાછુટકે આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે તેમ આવેદનપત્રમાં જણાવાયું છે. આવેદનપત્રમાં દરેક વોર્ડમાં સ્વચ્છતા અને જંતુનાશક દવાનો છંટકાવ, બીસ્માર રોડ રસ્તાનું તાત્કાલિક સમારકામ, શહેરની બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા, દરેક વોર્ડમાં પીવાનું શુદ્ધ પાણી તથા બાગ બગીચાનું સંચાલન યોગ્ય રીતે થાય તેવી માંગ કરવામાં આવી છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ હરેશભાઈ બાંભણિયા, રજાકભાઈ થયૈમ, મુદ્રેશભાઈ સહિતના અને કોંગ્રેસ આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. જો આગામી ૧૦ દિવસમાં કોઈ પગલા નહીં લેવાય તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.