જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પીઠાભાઈ બાંભણીયા (ઉ.વ.૩૭) દરિયામાં માછીમારી કરવા ગયા હતા. તે સમયે બોટમાંથી દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેથી સાથી ખલાસીએ બહાર કાઢી દવાખાને લાવતાં ડોક્ટરોએ તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આશિષસિંહ આર ઝાલા વધુ તપાસ
કરી રહ્યા છે.