જાફરાબાદ આઈટીઆઈ પાસેથી રોહિસા ગામનો યુવક વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો હતો. પ્રકાશભાઈ છગનભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) નામના યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩ બોટલો મળી આવી હતી.
પોલીસે ૧૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે. જાફરાબાદ સામાકાંઠા અને નીંગાળા ગામેથી એક-એક મળી કુલ બે ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં મળી આવ્યા હતા.