જામકંડોરણા ખાતે જિલ્લા વહીવટી તંત્ર આયોજિત પીજીવીસીએલ તેમજ એલીમ્કો કંપનીના સૌજન્યથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ડેપ્યુટી કલેક્ટર ધોરાજી તેમજ ચંદુભા ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગોને સાધન સહાય ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે આપવામાં આવી હતી.